નવી દિલ્હી. શ્રીસંતને લાફો ચોડી દેવાની ઘટના બાદ ફરી એકવાર વિવાદોમાં સપડાયેલા હરભજન સિંહ માટે હવે ક્રિકેટના મેદાનમાં ઝઘડો કરવો નવી વાત નથી રહી અને સચ્ચાઈ એ છે કે, ઓફ સ્પીનર ભજ્જીનો પારો ગમે ત્યારે ચડી જાય છે.
ભારતીય ફાસ્ટ બોલર શ્રીસંતને થપ્પડ ચોડી દેવાનો બનાવ પ્રકાશમાં આવતાં જ તેની બદમીજાજીનો અંદાજ આવી જાય છે. આ કૃત્ય બાદ બીસીસીઆઈ દ્વારા કારણદર્શક નોટિસ પામેલા હરભજનના કારણે ટીમને પણ ભારે મુશ્કેલી વેઠવી પડે છે, જે અત્યંત ચિંતાજનક બાબત છે.
|