મુંબઇ. મુંબઇ ઇંડિયંસ અને ડેક્કન ચાર્જર્સ હૈદરાબાદને આઇપીએલ ટ્વેંટી-20 ટૂર્નામેંટ શરૂ થયા પહેલાજ સૌથી મજબૂત ટીમો ગણવામાં આવતી હતી, પરંતુ બન્ને ટીમ અત્યાર સુધીમાં સૌથી ખરાબ પ્રદર્શન દાખવીને હારમાં હેટ્રીક બનાવી ચુકી છે.
મુંબઇ ઇંડિયંસ અને ડેક્કન ચાર્જર્સ એમના ચોથા મુકાબલામાં રવિવારે અહીં સામ-સામે ટકરાશે. આ મેચમાં પરિણામ કોઇના પક્ષમાં આવે પરંતુ તે જરૂર નક્કી છે કે કોઇ એક ટીમને હાર અને એક ટીમના ખોળે સફળતા પ્રાપ્ત થશે.
આજ મેચમાં મુંબઇ ઇંડિયંસની ટીમ એમના કાર્યવાહક સુકાની હરભજન સિંહની બેવકુફ હરકતોના કારણે ભારે દબાવમાં રમશે. સચિન તેંડુલકર ઇજાગ્રસ્ત હોવાથી તેમના સ્થાને સુકાની પદ સંભાળતા હરભજને શુક્રવાર રાત્રે મોહાલીમાં એમની ટીમના હાર બાદ કિંગ્સ ઇલેવન પંજાબના ઝડપી બોલર શ્રીસંતને થપ્પડ ચોડી દીધી હતી.
આ ઘટના બાદ બીસીસીઆઇએ ભજ્જીને કારણ બતાવો નોટિસ ફટકારી દીધી છે અને 28 એપ્રિલના રોજ જવાબ આપવાનું કહ્યું છે. અને આઇપીએલની ગવર્નિંગ કાઉંસિલના સભ્ય આઇ એસ બિન્દ્રાએ કહ્યું કે, આ મામલે હરભજને છોડવામાં નહીં આવે.
મુંબઇ ઇંડિયંસની ટીમ મોહાલીમાં હાર્યા બાદ ખૂદ પોતાના જ મેદાનમાં ઉતરશે, પરંતુ મોહાલીમાં મારેલા થપ્પડનો અવાજ તેઓને મુંબઇમાં સંભળાશે.
|