ઈન્ડિયન પ્રીમિયર લીગ ટ્વેંટી.20 મેચમાં સટ્ટાબાજીનાં આરોપમાં પોલીસે ત્રણ લોકોની ધરપકડ કરી હતી.પોલીસે જણાવ્યું હતું કે, ગુપ્ત માહિતીનાં આધારે ગુન્હા શાખાએ પ્રકાશા જુમ્માની, રાજેશ કોટક અને નરેશ સિંધીની ધરપકડ કરી હતી.
આ લોકો કોલકાતા નાઈટ રાઈડર્સ અને ચેન્નઈ સુપર કિંગ્સ વચ્ચે રમાયેલી મેચ પર શરત કબૂલી રહ્યાં હતાં. પોલીસે તેમની પાસેથી 15 મોબાઈલ, એક લેન્ડલાઈન ફોન, એક ટીવી સેટ અને 9450 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.
|