મુખપૃષ્ઠ > રમત > આઈપીએલ > સમાચાર
સૂચનામિત્રને મોકલોઆ પેજ પ્રિન્ટ કરો
 
આજે મુંબઇ ઇંડિયંસ સામે કોલકત્તા રાઇડર્સ
PTIPTI

કોલકત્તા. ઇંડિયન પ્રીમિયર લીગની મેચોમાં સતત હારનો સામનો કરી રહી અને વિવાદોમાં ફસાયેલી મુંબઇ ઇંડિયંસ ટીમ આજે મંગળવારે કોલકત્તાના ઇડન ગાર્ડંસ ખાતે રમાનારી મેચમાં કોલકત્તા નાઇટ રાઇડર્સ સામે ટકરાશે.

સૌરવ ગાંગુલીની સુકાની હેઠળ મજબૂત બનેલી કોલકત્તા ટીમે આ ટૂર્નામેંટમાં ખૂબજ સારો દેખાવ કર્યો છે. તેમછતાં આ ટીમ ચેન્નાઇ અને રાજસ્થાન રોયલ્સની માફક રમી શકી નથી પરંતુ ગાંગુલીની ટીમ ચાર પોઇન્ટ સાથે બીજા ક્રમે છે. કોલકાતા ત્રણમાંથી બે મેચ જીતી છે અને શનિવારે ચેન્નાઇ સામે તેનો પરાજય થયો હતો.

મુંબઇની ટીમ આ આઇપીએલ ટૂર્નામેંટ શરૂ થઇ એ અગાઉ સૌથી મોંઘી અને ફેવરિટ ટીમો પૈકીની એક હતી. સચિન તેંડુલકર ઇજાને કારણે એકેય મેચ રમી શકયો નથી. તેમાં શ્રીસંતને લાફો મારીને પોતાના પગ પર કુહાડી મારનાર હરભજનસિંઘ આજે ઘર રવાનો થઇ ગયો છે. હવે તે આ ટૂર્નામેંટમાંથી બહાર ફેકાઇ ગયો છે. તેની ઉપર 11 મેચનો પ્રતિબંધ લાદી દેવામાં આવ્યો છે. મુંબઇ ચાર મેચ રમ્યું અને ચારેય મેચ હારી ચુંક્યું છે.

હાલના તબક્કે મુંબઇનું પ્રદર્શન જોતાં તે સેમિફાઇનલમાં પ્રવેશે તેવી શકયતા ઓછી છે. હાલમાં સચિન અને હરભજનની ગેરહાજરીમાં મુંબઇની ટીમ શૌન પોલોકની આગેવાની હેઠળ રમી રહી છે. સૌરવ ગાંગુલીની કોલકત્તા નાઇટ રાઇડર્સ પાસે વધારે ચડિયાતા ખેલાડીઓ છે. અને પોતાના હોમ ટાઉનમાં રમતી કોલકત્તા ટીમ આજે જીતવા માટે ખૂબજ ફેવરીટ છે..
ઘણું બધુ
ચેન્નાઇ ટીમનો સતત ચોથો વિજય
ભજ્જીનાં પ્રતિબંધ પર ટીકા નહીં : ગાંગુલી
ભજ્જી પર આઇપીએલની 11 મેચોનો પ્રતિબંધ
નાગપુર : ત્રણ સટોડિયાની ધરપકડ
હું રમત પર ધ્યાન આપવા માંગુ છું
મોહાલીના થપ્પડનો અવાજ મુંબઇમાં પડશે