કોલકાત્તા. કોલકાત્તામાં રમાયેલી મુંબઇ ઇંડિયંસ અને કોલકાત્તા નાઇટ રાઇડર્સને ગઇકાલની રોમાંચક મેચમાં મુંબઇ ઇંડિયંસના ખેલાડી બ્રેવો અને રોબિન ઉથપ્પાએ ચોથી વિકેટે નોંધાવેલી સદીની અણનમ ભાગીદારીની મદદથી મુંબઇની ટીમે આઇપીએલની લીગ મેચમાં સાત વિકેટે જીત મેળવીને આ ટૂર્નામેંટમાં પ્રથમ વખત વિજયનો સ્વાદ ચાખ્યો છે.
આઇપીએલની મેચમાં ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરનાર કોલકાત્તા ટીમે ફકત 137 રન જ બનાવી શકી અને મુંબઇ ઇંડિયંસને 138 રનનો લક્ષ્યાંક આપ્યો જેમાં મુંબઇએ 18.4 ઓવરમાં ત્રણ વિકેટે 138રન બનાવીને વિજય પ્રાપ્ત કરી લીધો હતો. આ મેચમાં મેન ઓફ ધ મેચ બનેલા બ્રેવોએ 53 બોલમાં 64 અને ઉથપ્પાએ 37 બોલમાં 37 રન બનાવ્યા હતા.
અગાઉ મોહમ્મદ હફીઝે 22 બોલમાં નોંધાવેલા 40 રન તથા દાસે નોંધાવેલા 29 રન વડે કોલકાતા નાઇટ રાઇડર્સ ટીમે આઠ વિકેટે 137 રનનો સ્કોર નોંધાવ્યો હતો.
આ મેચમાં સફળ બોલીંગ ફેકનાર જયસૂર્યાએ પણ 14 ઓવરમાં ત્રણ વિકેટ ઝડપી હતી. જ્યારે હફીઝે 22 બોલમાં ચાર બાઉન્ડ્રી અને બે સિકસર વડે 40 રન નોંધાવ્યા હતા. આ વખતે ફરી કોલકાત્તા નાઇટ રાઇડર્સ ફેઇલ ગઇ હતી.
|