મુખપૃષ્ઠ > રમત > આઈપીએલ > સમાચાર
સૂચનામિત્રને મોકલોઆ પેજ પ્રિન્ટ કરો
 
દિલ્હી ડે.ડે. સામે બેંગલોરની 10 રને હાર

નવી દિલ્હી. નવી દિલ્હી ખાતે ગઇકાલ બુધવારના રોજ આઇપીએલની 17મી મેચમાં ડેરડેવિલ્સનો 10 રને શાનદાર વિજય થયો હતો. ગંભીર-ધવનની અડધી સદી તથા મેકગ્રાની ચાર વિકેટની સહાયથી અહીં રમાયેલી આઈપીએલની ટ્વેંટી-20 મેચમાં બેંગલોર રોયલ ચેલેંજર્સની ટીમે હારનો સામનો કરવો પડ્યો હતો.

દિલ્હી ડેરડેવિલ્સની ટીમે 20 ઓવરમાં પાંચ વિકેટે 191 રન નોંધાવ્યા હતા. જવાબમાં બેંગલોરની ટીમ પાંચ વિકેટના ભોગે 181 રન નોંધાવી શકી હતી. સેહવાગ 24 અને ગંભીરે પાંચમી ઓવર સુધીમાં 53 રન નોંધાવીને પોતાની ટીમને સંગીન શરૂઆત કરી આપી હતી. તેના આઉટ થયા બાદ ગંભીર અને ધવને બીજી વિકેટે ઝડપી 98 રનની ભાગીદારી નોંધાવીને પોતાની ટીમને તોતિંગ જુમલા તરફ દોરી હતી. ગંભીરે 54 બોલમાં 11 બાઉન્ડ્રી અને એક સિકસર વડે 86 તથા ધવને 33 બોલમાં ચાર બાઉન્ડ્રી અને ત્રણ સિકસર વડે 50 રનનું યોગદાન આપ્યું હતું.

બેંગલોર તરફથી જેકસ કાલિસે અડધી સદી ફટકારી હતી.
ઘણું બધુ
મુંબઇ ઇંડિયંસનો પ્રથમ શાનદાર વિજય
આજે મુંબઇ ઇંડિયંસ સામે કોલકત્તા રાઇડર્સ
ચેન્નાઇ ટીમનો સતત ચોથો વિજય
ભજ્જીનાં પ્રતિબંધ પર ટીકા નહીં : ગાંગુલી
ભજ્જી પર આઇપીએલની 11 મેચોનો પ્રતિબંધ
નાગપુર : ત્રણ સટોડિયાની ધરપકડ