જયપુર/હૈદરાબાદ. રાજસ્થાન રોયલ્સ અને કિંગ્સ ઇલેવન પંજાબે ગઇકાલે આઇપીએલની મેચો જીતી લીધી છે. રાજસ્થાન રોયલ્સે કોલકાતા નાઇટ રાઇડર્સને 45 રનો થી હરાવ્યા. જ્યારે કિંગ્સ ઇલેવન પંજાબે ડેક્કન ચાર્જર્સને 7 વિકેટે હાર આપી હતી.
રાજસ્થાન રોયલ્સે 7 વિકેટ પર 196 રન બનાવ્યા. સ્વપ્નિલ અસનોદકરના 60 રને યૂસુફ પઠાણના 55 રનના યોગદાનથી તેઓનો સ્કોર 196 રન બન્યા હતા. તેના જવાબમાં કોલકાતા નાઇટ રાઇડર્સના ખેલાડીઓ 19.1 ઓવરમાં 151 રન બનાવીને ઓલઆઉટ થઇ ગયા. જેમાં ગાંગુલીએ 51 રન જોડીયા હતા.
હૈદરાબાદ ખાતે રમાઇ રહેલી મેચમાં કિંગ્સ ઇલેવને 7 વિકેટે ડેક્કન ચાર્જર્સને હરાવીને સતત ત્રીજી જીતની મોહર મારી હતી. ડેક્કન ચાર્જર્સે પ્રથમ બેટિંગ લઇને 8 વિકેટે 164 રન બનાવ્યા હતા. જેમાં રોહિત શર્માએ અણનમ 76 રન બનાવ્યા હતા, તેના જવાબમાં કિંગ્સ ઇલેવન પંજાબે 3 વિકેટ ગુમાવીને 7 દડા છેલ્લા બાકી હતા તે પહેલા જ છગ્ગા અને ચોગ્ગાની મદદથી શાનદાર જીત મેળવી લીધી હતી. આ રમતમાં શોન માર્શે અણનમ 84 રન ફટકાર્યા હતા અને મહેલા જયવર્ધને અણનમ 45 રન જોડયા હતા.
આજે ચેન્નઇ ખાતે ચેન્નઇ સુપર કિંગ્સ સામે દિલ્હી ડેરડેવિલ્સ રાત્રે 8 કલાકે ટકરાશે. આજ સુધીની એક પણ મેચ ચેન્નઇ કિંગ્સે હારી નથી. આજે ખરાખરીનો જંગ જામશે.
|