મુખપૃષ્ઠ > રમત > આઈપીએલ > સમાચાર
સૂચનામિત્રને મોકલોઆ પેજ પ્રિન્ટ કરો
 
ચેન્નઇના વિજય ઘોડાને રોકતું દિલ્હી ડેવિલ્સ
PTI

ચેન્નઇના વિજય ઘોડાને રોકવાનું કામ દિલ્હી ડેરડેવિલ્સે કર્યું છે. દિલ્હી ડેર ડેવિલ્સના સુકાની વીરેન્દ્ર સેહવાગ અને આઇપીએલમાં રનોની સારી રનરેટ બનાવનાર ગૌતમ ગંભીરની જોરદાર બેટિંગની મદદથી દિલ્હી ડેર ડેવિલ્સની ટીમે ગઇકાલ શુક્રવારે જોરદાર ક્રિકેટ રમીને ચેન્નાઇ સુપર કિંગ્સને 8 વિકેટે હરાવી હતી. આ સાથે આઇપીએલની ટ્વેંટી-20 ટૂર્નામેંટમાં ધોનીની ચેન્નાઇની ટીમ પહેલીવાર પરાજિત થઇ હતી. અને દિલ્હીએ પોઇંટ રેંકીંગમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું.

ચેન્નઇના ચેપોક સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં પ્રથમ બેટિંગ કરતાં ચેન્નાઇની ટીમે 20 ઓવરમાં 6 વિકેટે 169 રન નોંધાવ્યા હતા. જેના જવાબમાં દિલ્હીની ટીમે 19 ઓવરમાં બે વિકેટના ભોગે 172 રન નોંધાવીને મેચ પર કબજો કર્યો હતો.

સુકાની વીરેન્દ્ર સેહવાગે કપ્તાની રમત દાખવી હતી અને તેની બીજી અડધી સદી નોંધાવતા 41 બોલમાં સાત બાઉન્ડ્રી અને ચાર સિકસર સાથે 71 રન ફટકાર્યા હતા. ગૌતમ ગંભીરે 50 રન ફટકાર્યા હતા. સેહવાગે માત્ર 24 બોલમાં તેની અડધી સદી પૂરી કરી હતી. આમ, વિજય ઘોડાને રોકવાનું કામ દિલ્હી ડેરડેવિલ્સે કર્યું છે.
ઘણું બધુ
કિંગ્સ ઇલેવન અને રાજસ્થાન રોયલ્સની જીત
આજે હૈદરાબાદ-જયપુર, કોલકાત્તા-રાજસ્થાન
દિલ્હી ડે.ડે. સામે બેંગલોરની 10 રને હાર
મુંબઇ ઇંડિયંસનો પ્રથમ શાનદાર વિજય
આજે મુંબઇ ઇંડિયંસ સામે કોલકત્તા રાઇડર્સ
ચેન્નાઇ ટીમનો સતત ચોથો વિજય