મુખપૃષ્ઠ > રમત > આઈપીએલ > સમાચાર
સૂચનામિત્રને મોકલોઆ પેજ પ્રિન્ટ કરો
 
શોએબ પરથી એક મહિના પ્રતિબંધ હટયો
NDN.D

કરાચી. રાવલપીંડી એક્સપ્રેસના નામથી પ્રખ્યાત શોએબ અખ્તર પરથી એક મહિનો પ્રતિબંધ હટી જતા હવે તે આઇપીએલની મેચમાં રમી શકશે. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ દ્વારા શોએબ અખ્તર પર લાગેલા પાંચ વર્ષના પ્રતિબંધને એક મહીના માટે હટાવી લેવામાં આવેલ છે, આથી શોએબ હવે કોલકાતા નાઇટ રાઇડર્સમાં જોડાશે. આ કેસની આગામી સુનવણી 3 જૂનના રોજ કરવામાં આવશે.

અંત્રે ઉલ્લેખનિય છે કે, પાકિસ્તાનના ઝડપી બોલર અખ્તર પર આચારસંહિતાના ભંગ બદલ પાંચ વર્ષનો પ્રતિબંધ પીસીબી દ્વારા લાદવામાં આવ્યો છે.

અખ્તર આઈપીએલમાં રમી શકે એટલા માટે પીસીબીએ આ કદમ ઉઠાવ્યુ હોવાનું માનવામાં આવે છે. અખ્તરે ગઈકાલે પોતાના આઈપીએલમાં રમવા દેવા માટે નવેસરથી અરજી કરી હતી અને પોતાની આજીવિકા કમાવવાની તક આપવાની વિનંતી કરી હતી.

આ પહેલા આઇપીએલ ગવર્નીંગ બોર્ડી એ કહ્યું હતું કે, જ્યાં સુધી શોએબ પર પીસીબીનો પ્રતિબંધ નહીં હટે ત્યાં સુધી તે આઇપીએલમાં રમી શકશે નહીં. આ પહેલા શાહરૂખની ફ્રેંચાઇઝવાળી કોલકાતા નાઇટ રાઇડર્સે શોએબને 4,25,000 યુએસ ડોલરમાં ખરીદયો હતો.

પીસીબી બોર્ડના ટ્રીબ્યુનલ હેડ જસ્ટીસ(નિવૃત) આફતાબ ફારૂખે આજે પત્રકારો સમક્ષ જણાવ્યું હતું કે, આગામી 4 જુને આ કેસની વધુ હાથ ધરવામાં આવશે ત્યાં સુધી શોએબ પરથી 5 વર્ષનો પ્રતિબંધ હટાવી લેવામાં આવે છે.
ઘણું બધુ
આજે મુંબઇ ઇંડિયંસની સામે દિલ્હી ડેરડેવિલ્સ
પઠાણ શ્રીસંતે પહેલી સાત ઓવરમાં મેચ જીતી
ચેન્નઇના વિજય ઘોડાને રોકતું દિલ્હી ડેવિલ્સ
કિંગ્સ ઇલેવન અને રાજસ્થાન રોયલ્સની જીત
આજે હૈદરાબાદ-જયપુર, કોલકાત્તા-રાજસ્થાન
દિલ્હી ડે.ડે. સામે બેંગલોરની 10 રને હાર