મુંબઇ. મુંબઇના કેપ્ટન શોન પોલોકના ઓલરાઉન્ડ દેખાવના કારણે રવિવારના રોજ અહીં દિલ્હી ડેરડેવિલ્સના વિજય કુચને મુંબઇ ઇંડિયંસે રોકી લીધી હતી અને તેમાં 29 રનથી શાનદાર વિજય પ્રાપ્ત કર્યો હતો. તેઓએ આઇપીએલ શ્રેણીમાં પોતાની બીજી વિજય નોંધાવી હતી.
આશિષ નહેરા, ધવલ કુલકર્ણી અને મેન ઓફ ધ મેચ શૌન પોલોકની વેધક બોલિંગની સહાયથી મુંબઇ ઇંડિયંસની ટીમે રવિવારે આઇપીએલની ટ્વેંટી-20 ક્રિકેટ ટૂર્નામેંટમાં દિલ્હીની વિજયકૂચ પર લગામ બાંધીને 29 રનથી વિજય હાંસલ પ્રાપ્ત કર્યો હતો.
પહેલા એક જ મેચ જીતી શકેલી મુંબઇની ટીમ રવિવારે ફરીથી સચિન તેંડુલકરની ગેરહાજરીમાં રમી હતી અને તેણે શાનદાર વિજય હાંસલ કર્યો હતો. દિલ્હીએ ટોસ જીતીને મુંબઇને પ્રથમ બેટિંગ કરવાનું આમંત્રણ આપ્યું હતું.
મુંબઇએ 20 ઓવરમાં આઠ વિકેટે 162 રન નોંધાવ્યા હતા. જેના જવાબમાં દિલ્હીની ટીમ 18.5 ઓવરમાં 133 રનના સ્કોરે આઉટ થઇ ગઇ હતી. શૌન પોલોકે બે વિકેટ ખેરવવા ઉપરાંત 15 બોલમાં 33 રન ફટકાર્યા હતા.
મુંબઇએ આપેલા 163 રનના લક્ષ્યાંક સામે કેપ્ટન વીરેન્દ્ર સેહવાગે 20 બોલમાં ત્રણ બાઉન્ડ્રી અને ત્રણ સિકસર સાથે 40 રન ફટકાર્યા હતા. આશિષ નહેરાએ ત્રણ તથા શૌન પોલોક અને ધવલ કુલકર્ણીએ બે-બે વિકેટ લીધી હતી.
અગાઉ મુંબઇની બેટિંગ પણ કંગાળ રહી હતી. ઓપનર સનત જયસૂર્યાએ સૌથી વધુ 34 રન ફટકાર્યા હતા. પરંતુ યો મહેશે ત્રણ વિકેટ ઝડપી લેતા મુંબઇ ટીમ જીતના શિખર પર આવી પહોંચી હતી અને દિલ્હી ડેરડેવિલ્સને પેવેલિયન ભેગા કરી દીધા હતા.
|