મુખપૃષ્ઠ > રમત > આઈપીએલ > સમાચાર
સૂચનામિત્રને મોકલોઆ પેજ પ્રિન્ટ કરો
 
ઇશાંત શર્માને મેચ ફીની 10% રકમની સજા

મુંબઇ. કોલકાત્તા નાઈટરાઈડર્સના ધુરંધર બોલર ઈશાંત શર્માને રવિવારે મુંબઈ ખાતે મેચ ફીની દસ ટકા રકમની સજા કરવામાં આવી હતી. મોહાલી ખાતે શનિવારે પંજાબ કિંગ્સ ઈલેવન સામે યોજાયેલી મેચ દરમિયાન કિક મારીને સ્ટમ્પ પાડી દેવા બદલ ઈશાંતને આ સજા કરવામાં આવી છે.

ઈશાંત પર આંતરાષ્ટ્રિય ક્રિકેટના લેવલ-1 પ્રમાણે સજા કરવામાં આવી છે. ઈશાંત સામે ગ્રાઉન્ડના સાધનોને નુકશાન પહોંચાડવાના ગુનો લાગુ કરવામાં આવ્યો હતો.

આઈપીએલે આ પહેલા ઓફ સ્પીનર હરભજન પર ક્રિકેટ બાદ મેદાન ઉપર કિંગ્સ ઈલેવન પંજાબના બોલર શ્રીસંથને લાફો ચોડી દેવા બદલ 11 મેચો માટે સસ્પેંડ કર્યો હતો.

આઈપીએલ આ પહેલા રાજસ્થાન રોયલ્સના કેપ્ટન શેન વોર્ન અને નાઈટ રાઈડર્સના કેપ્ટન સૌરવ ગાંગુલીને પણ મેચ ફીની દસ ટકા રકમની સજા કરી હતી. ભારતના ભૂતપૂર્વ બોલર ગાંગુલીને મેદાન ઉપર દર્શાવેલા વિચારભેદને કારણે સજા કરવામાં આવી હતી. આખી તેને મેચફીની દસ ટકા રકમની સજા કરવામાં આવી હતી.
ઘણું બધુ
મુંબઇ ઇંડિયંસની બીજી શાનદાર જીત
શોએબ પરથી એક મહિના પ્રતિબંધ હટયો
આજે મુંબઇ ઇંડિયંસની સામે દિલ્હી ડેરડેવિલ્સ
પઠાણ શ્રીસંતે પહેલી સાત ઓવરમાં મેચ જીતી
ચેન્નઇના વિજય ઘોડાને રોકતું દિલ્હી ડેવિલ્સ
કિંગ્સ ઇલેવન અને રાજસ્થાન રોયલ્સની જીત