બેંગ્લોર. બેંગ્લોર ખાતે આઇપીએલની ગઈ કાલે રમાયેલી કિંગ્સ ઈલેવન પંજાબ અને બેંગ્લોર રોયલ ચેલેંજર્સ વચ્ચેની મેચમાં બેંગ્લોરની ટીમનો જે શરમજનક પરાજય થયો તે માટે બેંગ્લોર ટીમનો કેપ્ટન રાહુલ દ્રવિડ બેટ્સમેનોને જવાબદાર ગણે છે. ટૂર્નામેંટમા બેંગ્લોરની ટીમની આ સતત પાંચમી હાર હતી.
ગઇકાલે મેચ બાદ દ્રવિડે જણાવ્યું હતું કે મેચ દરમિયાન અમારી ટીમે સમયાંતરે વિકેટો ગુમાવી હતી અને સારો દેખાવ કર્યો ન હતો. અમારા બોલરોએ સારુ પ્રદર્શન કર્યુ પરંતુ બેટ્સમેનો કઈ ઉકાળી શક્યા નહી.
આ હાર બાદ દ્રવિડની ટીમ સેમી ફાઈનલમાં પહોંચી શકશે કે કેમ તેના પર મોટો પ્રશ્નાર્થ ચિન્હ આવી જાય છે. દ્રવિડે જણાવ્યું કે આગલી પળે શું થશે તે કોને ખબર છે. પરંતુ અમારે હવે સેમી ફાઈનલમાં આવવું હોય તો દરેક મેચ જીતવી જરૂરી છે.
દ્રવિડે વધુમાં જણાવ્યું કે, આગામી 10 દિવસોમાં અમારે કોલકત્તા, મોહાલી અને જયપુરમાં 3 મેચો રમવાની છે. હવે અમે જો કોઇ ભુલ કરીએ તો સેમીફાઇનલમાંથી ફેકાઇ જશુ તે નિશ્ચિત છે.
|