ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ) ની કોલકાતા નાઈટ રાઈડર્સ ટીમનાં ફ્રેંચાઈઝી બોલીવુડ સ્ટાર શાહરૂખ ખાનનાં આઠ મે નાં રોજ ઈડન ગાર્ડનમાં કોલકાતા તથા બેંગલૂર રોયલ ચેલેંજર્સ વચ્ચે રમાનારી મેચ પહેલા થનારો શો ખોરંભે ચડશે તેવી શક્યતાઓ નજર આવી રહી છે.
મહાન સાહિત્યકાર તથા નોબેલ પુરસ્કાર વિજેતા રવિન્દ્રનાથ ટાગોરનો આઠ મે નાં દિવસે જન્મદિવસ છે અને પશ્ચિમ બંગાળનાં રમત મંત્રી સુભાષ ચક્રવર્તીએ બંગાળ ક્રિકેટ એસોસિયેશન (કેબ) ને કહ્યું છે કે, તેઓ શાહરૂખ ખાનનાં શોનાં આયોજકોને સ્વર્ગીય ટાગોરનાં જન્મદિવસનાં મહત્વ વિશે જણાવે.
તેમણે કહ્યું હતું કે, તે પાવન દિવસે કોઈ વ્યક્તિ એવો કાર્યક્રમ આખરે કેવી રીતે કરી શકે જે આપણી સંસ્કૃતિ અને પરંપરાઓથી મેળ ખાતો ન હોય. ઉલ્લેખનીય છે કે, બંગાળનાં લોકો કવિગુરુ રવિન્દ્રનાથ ટાગોરનો જન્મદિવસ ખૂબ જ ઉત્સાહ અને હર્ષોલ્લાસથી ઉજવે છે.
|