મુંબઈ. મુંબઇમાં ગઇકાલ રાત્રે મુંબઇ ઇંડિયંસ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે રમાયેલી આઇપીએલની ટ્વેંટી-20 મેચમાં મુંબઇની શાનદાર બોલીંગથી રાજસ્થાન રોયલ્સ ફકત 103 રનમાં ઓલઆઉટ થઇ ગયું હતું. જેમાં મેન ઓફ ધ મેચ નહેરાએ ત્રણ ઓવરમાં ફક્ત 13 રન આપીને મહત્વની 3 વિકેટ જડપી હતી તેમજ ધવલ કુલકર્ણી અને ડિજે બ્રેવોએ 2-2 વિકેટ ઝડપતા રાજસ્થાન રોયલ્સ 103માં સમેટાઇ ગયું હતું. આમ આઇપીએલની પોઇંટ રેકિંગમાં 1 ક્ર્માંક નીચે પછડાયું અને મુંબઇ ઇંડિયંસનો ક્રમાંક વધ્યો છે. અને તેણે 7 વિકેટે રાજસ્થાન સામે શાનદાર જીત મેળવી છે.
પ્રથમ હાર બાદ રાજસ્થાન રોયલ્સ સળંગ પાંચ વિજય સાથે 10 પોઇંટ મેળવીને આઈપીએલના પોઇંટ ટેબલ પર પ્રથમ ક્રમાંકે હતું. જ્યારે તેની પાછળ પંજાબની કિંગ્સ ઈલેવન પણ બે હાર બાદ પાંચ મેચમાં સળંગ વિજય મેળવીને 10 પોઇન્ટ સાથે બીજા ક્રમાંકે હતી.
મુંબઈ ખાતે રમાયેલી મેચમાં મુંબઈ ઇંડિયંસે રાજસ્થાન રોયલ્સને સાત વિકેટ હરાવી રોયલ્સનો વિજય રથ અટકાવ્યો હતો સાથે જે તેને પ્રથમ ક્રમાંકથી બીજા ક્રમાંકે ધકેલી દીધું હતુ.
આઈપીએલનાં પોઇંટમાં હાલ પંજાબ 10 પોઈન્ટ સાથે પ્રથમ ક્રમાંકે તથા રાજસ્થાન 10 પોઇંટ સાથે બીજા ક્રમાંકે છે. જ્યારે દિલ્હી ડેરડેવિલ્સ 8 પોઈન્ટ સાથે ત્રીજા તથા ચૈન્નાઈ સુપર કિંગ્સ 8 પોઈન્ટ સાથે ચોથા સ્થાને છે.
શરુઆતની મેચોમાં પાંગળો દખાવ કર્યા બાદ એકાએક ફોર્મમાં આવેલી મુંબઈ ઇંડિયંસની ટીમ 6 પોઈન્ટ સાથે પાંચમા ક્રમાંકે છે. જ્યારે શાહરુખની નાઇટ રાઇડર્સ, હૈદ્રાબાદની ડેક્ન ચાર્જર્સ તથા માલ્યાની બેંગાલુર રોયલ ચેલેન્જર્સ ચાર પોઈન્ટ સાથે અનુક્રમે છ, સાત અને આઠમાં ક્રમાંકે છે.
|