મુખપૃષ્ઠ > રમત > આઈપીએલ > સમાચાર
સૂચનામિત્રને મોકલોઆ પેજ પ્રિન્ટ કરો
 
હરભજન-શ્રીસંત તપાસ કમિટિ સમક્ષ હાજર
અમદાવાદમાં તપાસ કમિશનર સુધીર નાણાવટી લાફા પ્રકરણની તપાસ કરશે
PTIPTI

અમદાવાદ. હરભજન સિંહ અને શ્રીસંતના લાફા પ્રકરણની તપાસ અમદાવાદમાં નિમાયેલી તપાસ કમિટિના કમિશનર સુધીર નાણાવટી સમક્ષ ગઇકાલથી શરૂ થઇ હતી તેમાં હાજર થયેલા હરભજન અને શ્રીસંત સવારે તેઓ મળ્યા હતા અને બપોરે પંચ સમક્ષ હાજર થયા હતા.

છેલ્લા 15-17 દિવસ પહેલા આ બંને મેદાન પર મારામારી પર ઉતરી પડયા હતા. અને તેમાં શ્રીસંત પોક મુકીને રડયો હતો અને ભજ્જીએ તેનો ગુસ્સો જાહેર કર્યો હતો. આ બંને ખેલાડીઓ ઇતિહાસ જોવા જઇએ તો ભૂતકાળમાં ઘણી વખત હરીફ ખેલાડી સાથે કે અમ્પાયર સાથે બાખડી પડવાને કારણે સજા ભોગવી ચૂકયા છે એવા હરભજનસિંહ અને શ્રીસંત શુક્રવારથી અમદાવાદના મહેમાન બન્યા છે.

અંત્રે ઉલ્લેખનિય છે કે, આઇપીએલનીટ્વેંટી-20 ટૂર્નામેંટમાં પંજાબ અને મુંબઇ વચ્ચે 25મી એપ્રિલે રમાયેલી મેચમાં હરભજને હરીફ ટીમના બોલર શ્રીસંતને જોરદાર થપ્પડ મારી દીધી હતી. હજી આ ઘટનાને માંડ 15 દિવસ થયા છે પણ બીસીસીઆઇ દ્વારા નિમાયેલા તપાસ કમિશનર સુધીર નાણાવટી સમક્ષ હાજર થયેલા હરભજન અને શ્રીસંત વચ્ચે જાણે વર્ષોથી મિત્રતા હોય તેમ જણાતું હતું. બંનેએ તપાસ બાદ ફોટોગ્રાફરો સામે તો હસીને ફોટા પડાવ્યા હતા પણ એ સિવાય પણ અમદાવાદમાં જાણે બંને સેર કરવા આવ્યા હોય તેમ દર્શાવતા હતા.

25મીની ઘટના બાદ એ મેચના રેફરી ફારૂખ એન્જિનિયરે દિલ્હીમાં બંનેને બોલાવ્યા હતા. બેઠક બાદ એન્જિનિયરે હરભજનને આઇપીએલની બાકીની મેચમાંથી સસ્પેન્ડ કરવાનો નિણર્ય છે હવે તપાસ કમિટિ શું નિર્ણય કરે છે તે જોવાનું રહ્યું.

શુક્રવારે હરભજન બપોરે બે વાગ્યા બાદ નાણાવટી સમક્ષ હાજર થયો હતો જયારે શ્રીસંત 3.30 કલાકે આવ્યો હતો. પૂછપરછ બાદ બંને સાથે રવાના થયા હતા.
ઘણું બધુ
છેલ્લી ઓવરમાં ચેન્નઇનો રોમાંચક વિજય
મુંબઇ ઇંડિયંસનો રાજસ્થાન સામે વિજય
શાહરૂખનાં શો પર પ્રશ્નાર્થ
બેગ્લોરની હારમાં બેટ્સમેનો જવાબદાર-દ્રવિડ
ઇશાંત શર્માને મેચ ફીની 10% રકમની સજા
મુંબઇ ઇંડિયંસની બીજી શાનદાર જીત