મુખપૃષ્ઠ > રમત > આઈપીએલ > સમાચાર
સૂચનામિત્રને મોકલોઆ પેજ પ્રિન્ટ કરો
 
લાફા પ્રકરણની તપાસ પૂર્ણ થઇ-નાણાવટી
તપાસ કમિશનર સુધીર નાણાવટી સોમવારે બીસીસીઆઇ સમક્ષ રિપોર્ટ રજુ કરશે
PTI

અમદાવાદ. ભજ્જી-શ્રીસંત લાફા પ્રકરણમાં બીસીસીઆઇ દ્વારા નિયુકત તપાસ કમિશનર સુધીર નાણાવટીએ પોતાની તપાસ પુરી કરી લીધી છે અને તેઓ રિપોર્ટને 12મી મેના રોજ સોમવારે બોર્ડ સમક્ષ રજૂ કરનાર છે. નાણાવટીએ શુક્રવારે હરભજનસિંઘ અને શ્રીસંતને પૂછપરછ માટે બોલાવ્યા તે વખતે બોર્ડના વકીલ તરીકે અકિલા કૌશિક અને બોર્ડના સેક્રેટરી નિરંજન શાહ પણ ઉપસ્થિત રહ્યાં હતાં.

15 દિવસ પહેલા થયેલી લાફા મારવાની ઘટના બાદ આઇપીએલે ભજ્જીને 11 મેચનો પ્રતિબંધ લગાવ્યા બાદ અમદાવાદમાં નાણાવટી તપાસમાં એ વાત પણ સ્પષ્ટ થઈ ગઈ છે કે આઈપીએલની ફી ગુમાવવાથી તેનો અર્થ એ નથી કે બીસીસીઆઈ હરભજનને સજા નહી કરે. બોર્ડ નાણાવટીના રિપોર્ટને ગંભરતાથી લેવાના મૂડમાં છે. નાણાવટીના રિપોર્ટનો અભ્યાસ કર્યા બાદ હરભજન અંગે બોર્ડ પોતાનો આખરી નિર્ણય લેશે.

હરભજને મારેલી થપ્પડના ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે. ત્યારે બીસીસીઆઈ હરભજન ઉપર એક વર્ષનો પ્રતિબંધ મુકે તેવી સંભાવના છે.

અંત્રે ઉલ્લેખનિય છે કે, આઇપીએલનીટ્વેંટી-20 ટૂર્નામેંટમાં પંજાબ અને મુંબઇ વચ્ચે 25મી એપ્રિલે રમાયેલી મેચમાં હરભજને હરીફ ટીમના બોલર શ્રીસંતને જોરદાર થપ્પડ મારી દીધી હતી. હજી આ ઘટનાને માંડ 15 દિવસ થયા છે પણ બીસીસીઆઇ દ્વારા નિમાયેલા તપાસ કમિશનર સુધીર નાણાવટી સમક્ષ હાજર થયેલા હરભજન અને શ્રીસંત વચ્ચે જાણે વર્ષોથી મિત્રતા હોય તેમ જણાતું હતું. બંનેએ તપાસ બાદ ફોટોગ્રાફરો સામે તો હસીને ફોટા પડાવ્યા હતા પણ એ સિવાય પણ અમદાવાદમાં જાણે બંને સેર કરવા આવ્યા હોય તેમ દર્શાવતા હતા.

25મીની ઘટના બાદ એ મેચના રેફરી ફારૂખ એન્જિનિયરે દિલ્હીમાં બંનેને બોલાવ્યા હતા. બેઠક બાદ એન્જિનિયરે હરભજનને આઇપીએલની બાકીની મેચમાંથી સસ્પેન્ડ કરવાનો નિણર્ય છે હવે તપાસ કમિટિ શું નિર્ણય કરે છે તે જોવાનું રહ્યું.

શુક્રવારે હરભજન બપોરે બે વાગ્યા બાદ નાણાવટી સમક્ષ હાજર થયો હતો જયારે શ્રીસંત 3.30 કલાકે આવ્યો હતો. પૂછપરછ બાદ બંને સાથે રવાના થયા હતા.
ઘણું બધુ
રાજસ્થાનનો 8 વિકેટે શાનદાર વિજય
હરભજન-શ્રીસંત તપાસ કમિટિ સમક્ષ હાજર
છેલ્લી ઓવરમાં ચેન્નઇનો રોમાંચક વિજય
મુંબઇ ઇંડિયંસનો રાજસ્થાન સામે વિજય
શાહરૂખનાં શો પર પ્રશ્નાર્થ
બેગ્લોરની હારમાં બેટ્સમેનો જવાબદાર-દ્રવિડ