મુખપૃષ્ઠ > રમત > ઓલિમ્પિક 2008 > ઓલિમ્પિક સમાચાર > મોનિકા દેવીના સમર્થનમાં મણીપુરમાં હડતાલ
સૂચનામિત્રને મોકલોઆ પેજ પ્રિન્ટ કરો
 
મોનિકા દેવીના સમર્થનમાં મણીપુરમાં હડતાલ Search similar articles
ભાષા

ભારતીય મહિલા વેટલીંફ્ટર મોનિકા દેવીને તજેતરમાં ઓલિમ્પિકમાં જવા પહેલા થેયેલા ડોપ ટેસ્ટમાં દોષી ઠરતા તેમની ઓલિમ્પિકયાત્રા રદ કરી દેવામાં આવી છે. જેના સમર્થનમાં મણીપુરની જુદી જુદી સામાજીક સંસ્થાઓ 24 કલાકની હડતાલ પર ઉતરી છે.

આ હડતાલના કારણે સામાન્ય જનજીવન પર અસર પડી રહી છે. લોકો ભારે ઝહેમતી ઉઠાવી રહ્યા છે. સત્તાવાર સૂત્રોના જણાવ્યા અનુસાર મણીપુર સયુંક્ત સમિતિ યુસીએમ સહિત વિવિધ સંગઠનોએ કરેલી હડતાલ બાદ દુકાનો, બજાર અને કાર્યાલયો પણ બંધ રહ્યા હતાં. ગુરૂવારે શરૂ થયેલી આ હડતાલના કારણે સરકારી કચેરીઓમાં પણ કર્મચારીઓની સંખ્યામાં ઘટાડો જોવા મળ્યો હતો.

મણીપુરના પડોશી રાજ્યો સાથેનો વાહનવ્યવહાર પણ ઠપ રહ્યો હતો. રમતપ્રેમીઓ અવરજવર રોકવા રસ્તાઓ પર ટાયરો સળગાવીને વિરોધ પ્રદર્શિત કર્યો હતો.

હડતાલના કારણે કોઈપણ અપ્રિય ઘટના ઘટી નથી. મણીપુર ઓલિમ્પિક સંઘ અને મણીપુર વેટલીફ્ટીંગ સંઘે એમડબ્લ્યુને મોનિકાદેવી સાથેની આ ઘટનાને પૂર્વઆયોજિત ચાલ ગણાવી આ મુદ્દા ઉપર ફરી તપાસ કરવાની માંગ કરી છે.
ઘણું બધુ
બીજિંગ ઓલિમ્પિકનું ઝળહળતું નજરાણુ
પ્રથમ દિવસે ભારતનાં 7 પ્લેયરોની કસોટી
ઈતિહાસનો સૌથી મોંઘો ઉદ્દઘાટન સમારંભ
ચીનમાં આજે 16400 યુગલો લગ્ન કરશે
પોતાના જ દેશ વિરૂદ્ધ રમશે બેકી
ઓલિમ્પિકમાં મીડિયા માટે કઈ જ મફત નથી