મુખપૃષ્ઠ > રમત > ઓલિમ્પિક 2008 > ઓલિમ્પિક સમાચાર > તિબ્બતમાં રહેશે વિરોધનું અંધારપટ
સૂચનામિત્રને મોકલોઆ પેજ પ્રિન્ટ કરો
 
તિબ્બતમાં રહેશે વિરોધનું અંધારપટ Search similar articles
ભાષા

દલાઈલામાએ બીજિંગ ઓલિમ્પિક માટે ભલે ચીનને શુભેચ્છાઓ પાઠવી હોય પરંતુ તિબ્બતના નાગરિકોએ ઓલિમ્પિકના વિરોધ માટે ઉદઘાટન દરમિયાન બે કલાક માટે પોતાના ઘરની એક પણ બત્તી સળગાવશે નહીં.

આ ઉપરાંત 8થી 24 ઓગષ્ટ સુધી દરરોજ તિબ્બતી નાગરીકો એક કલાક પોતાના ઘરમાં અંધારપટ રાખશે. આ માહિતી સ્ટૂડેંન્ટસ ફોર અ ફ્રી તિબ્બત ના રાષ્ટ્રીય નિર્દેશક તેઝિંગ ચોઈંગે આપી હતી.

ઓલિમ્પિક ઉદઘાટન સમયે તિબ્બતીઓ ચહેરા પર કાળુ કપડુ ઓઢી મૈકલિયોંડગંજ સ્થિત પોતાના પ્રમુખ મઠમાં શુક્રવાર સાંજે 6 વાગે ભેગા થશે. ઓલિમ્પિક દરમિયાન દરરોજ માર્ચપાસ્ટ પણ કરવામાં આવશે.

તિબ્બતવાસીઓ ઓલિમ્પિકનો આ રીતે અનોખો અહિંસાત્મક વિરોધ કરશે.
ઘણું બધુ
એથ્લેટિક્સમાં જૂના દુશ્મનો ઈથોપિયા અને કેનિયા
મોનિકા દેવીના સમર્થનમાં મણીપુરમાં હડતાલ
બીજિંગ ઓલિમ્પિકનું ઝળહળતું નજરાણુ
પ્રથમ દિવસે ભારતનાં 7 પ્લેયરોની કસોટી
ઈતિહાસનો સૌથી મોંઘો ઉદ્દઘાટન સમારંભ
ચીનમાં આજે 16400 યુગલો લગ્ન કરશે