મુખપૃષ્ઠ > રમત > ઓલિમ્પિક 2008 > ઓલિમ્પિક સમાચાર > અંજલી અને સિદ્ધૂ શૂટીંગમાં નિષ્ફળ
સૂચનામિત્રને મોકલોઆ પેજ પ્રિન્ટ કરો
 
અંજલી અને સિદ્ધૂ શૂટીંગમાં નિષ્ફળ Search similar articles
વેબ દુનિયા
ભારતીય શૂટરો અંજલી ભાગવત અને અવનીત કૌર સિદ્ધૂ બીજિંગ શૂટીંગ રેંજ હોલ ખાતે આજે સવારે મહિલાઓની 10 મીટર એર રાયફલ સ્પર્ધાની ફાઈનલમાં પહોચવામાં નિષ્ફળ ગયા છે.

અંજલી અને અવનીતના નિરાશાજનક દેખાવથી પ્રથમ દિવસે જ ભારતને નિરાશા હાથ લાગી હતી. અંજલી 393 સ્કોર સાથે 29માં સ્થાને રહી હતી. જ્યારે અવનીત કૌર સિદ્ધૂ 389 સ્કોર સાથે 39માં સ્થાને રહ્યા હતાં.

ચેક ગણરાજ્યની ઈમોંસ કેટરીનાએ 400 નો સ્કોર કરીને વિશ્વ રેકોર્ડની બરોબરી કરી હતી, અને ક્વોલિફીકેશન રાઉન્ડમાં ટોપ ઉપર રહી હતી.

જ્યારે રશિયાની લિયોબોવ અને ક્રો એશિયાની પેજેસીપ ક્રમશઃ 399 સ્કોર સાથે બીજા અને ત્રીજા સ્થાને રહી હતી. દરમિયાન વેઈટલીફ્ટર ચેને મહિલાઓના 48 કિલોગ્રામ ક્લાસમાં ચીનને પ્રથમ સુવર્ણ ચંદ્રક અપાવવામાં સફળતા મેળવી હતી. જ્યારે ભારતને નિરાશા સાંપડી હતી.
ઘણું બધુ
ઓલિમ્પિકમાં આજે ભારતનો કાર્યક્રમ
ચીનમાં ઓલિમ્પિકનો રંગારંગ ઉત્સવ
તિબ્બતમાં રહેશે વિરોધનું અંધારપટ
એથ્લેટિક્સમાં જૂના દુશ્મનો ઈથોપિયા અને કેનિયા
મોનિકા દેવીના સમર્થનમાં મણીપુરમાં હડતાલ
બીજિંગ ઓલિમ્પિકનું ઝળહળતું નજરાણુ