બીજિંગ ઓલિમ્પિકના પ્રથમ દિવસે જ ચીને બે સુવર્ણ ચંદ્રક પોતાના નામે કરી લીધા છે. સાથોસાથ અમેરિકા અને કોરિયાએ એક-એક સુવર્ણ ચંદ્રક પોતાના નામે કર્યા હતાં.
જ્યારે ભારત હજી સુધી ખાતુ ખોલાવામાં નિષ્ફળ રહ્યું છે. પણ ભારતની યુવા બેડમિંટન સ્ટાર સાઈના નેહવાલે ઓલિમ્પિક રમતમાં મહિલા સીંગલમાં જોરદાર પ્રદર્શન કરી બીજા રાઉન્ડમાં પ્રવેશ મેળવતા ભારતની આશા નેહવાલ ટકી છે. વિજેન્દર કુમારે પણ બીજા રાઉન્ડમાં પ્રવેશ મેળવ્યો છે. રવિવારે ભારતીય ટીમનો મુકાબલો ચીન સાથે થશે
|