ભારતની સાઈના નેહવાલ ક્વાર્ટર ફાઈનલમાં ઈંડોનેશિયાની મારિયા ક્રિસ્ટિન યુલિયાંતીથી હારીને ઓલિમ્પિકની બેડમિંટન એકલ સ્પર્ધામાંથી બહાર થઈ ગઈ.
ઓલિમ્પિકમાં પહેલીવાર રમી રહેલી આ 18 વર્ષની ભારતીયએ સંઘર્ષપૂર્ણ હરીફાઈમાં દુનિયાની 16માં નંબરની ખેલાડીના હાથે 26.21,21-14,21-15થી હાર વેઠવી પડી.
રોમાંચના ચરમ સીમા પર પહોંચેલા પહેલા રમતમાં સાઈનાએ ગેમ પ્વાઈંટ બચાવવા જીત નોંધાવી. જો કે પહેલા રમતમાં હાર પછી યુલિયાંતીએ સાઈનાની ભૂલોનો ફાયદો ઉઠાવતા બીજી બે રમતો જીતી લીધી.
નિર્ણાયક રમતમાં સાઈનાએ એક સમયે 11-5ના પોઈંટથી આગળ હતી. પરંતુ દુનિયાની 15માં નંબરની ખેલાડી ત્યારબાદ પોતાની લય ગુમાવી બેઠી અને યુલીયાંતીએ 21-15થી જીત નોંઘાવી કરીને મેચ પોતાને નામ કરી લીધી.
આ સાથે જ બેડમિંટનમાં ભારતીય પડકાર પુરો થઈ ગયો. અનૂપ શ્રીધર પહેલા જ હારીને પુરૂષ એકલ સ્પર્ધાથી બહાર થઈ ગયા હતા.
|