બીજિંગ ઓલિમ્પિક્માં બેડમિંટનમાં સાઈના નેહવાલ ક્વાર્ટર ફાઈનલમાંથી જ બહાર થઈ જતાં હવે ભારતે પદક મેળવવાની આશા ટેનિસ અને મુક્કેબાજી રમત પર મંડાણી છે.
ઓલિમ્પિક ટેનિસમાં પુરુષ યુગલ સ્પર્ધામાં લિએંડર પેસ અને મહેશ ભૂપતિની જાણીતી જોડી બ્રાઝિલની માર્સેલો મેલો અને આન્દ્રે સાની જોડી સાથે થશે.
આ ભારતીય જોડીએ પ્રથમ દાવમાં ફ્રાંસના યુગલ મેલ મોફિલ્સ અને સાઈમનની જોડીને 6-3, 6-3 થી માત આપી હતી, જ્યારે બ્રાઝિલની ટેનિસ જોડીએ ચેક ગણરાજ્યના સ્પર્ધક થોમસ બર્ડિક અને રાદેક સ્તેપાનેકની જોડીને 5-7, 6-2, 8-6 થી હરાવી ક્વાર્ટર ફાઈનલમાં પ્રવેશ મેળવ્યો હતો. હવે ક્વાર્ટર ફાઈનલમાં ભારત અને બ્રાઝિલનો મુકાબલો થશે.
પેસને પદક જીતવાની પૂરેપુરી આશા : મેચ શરૂ થતા પહેલા 1996માં એકલ સ્પર્ધામાં કાંસ્ય પદક મેળવનાર પેસે કહ્યું કે મને બીજિંગ ઓલિમ્પિક્માં ડબલમાં મેડલ જીતવાની ઘણી આશા છે. હું અને ભૂપતિ આઠ વર્ષોથી સાથે રમિયે છીએ, અને અમારી અમારી જોડી ત્રણ વર્ષથી દુનિયાની સૌથી શ્રેષ્ઠ જોડી રહી ચૂકી છે. આ કારણે જ આખુ દેશ અમારા પાસેથી સારા પ્રદર્શનની આશા લગાઈ બેઠુ છે.
તેમણે જણાવ્યું કે અમારા બન્નેમાં રમત પ્રત્યેની એટલી સૂઝ છે કે અમે ક્યારેય તેની ચર્ચા કરવાની જરૂરી સમજતા નથી. અમને એટલો ખ્યાલ છે કે અમારે મેદાનમાં કોને કયો રોલ અદા કરવાનો છે.
બ્રાઝિલની જોડીને કઈ રીતે હરાવી શકાય તેનો અમારે ક્યાસ કાઢવાનો રહેશે. બ્રાઝિલે પાછળની મેચ ત્રણ સેટોથી જીતી છે જ્યારે અમે તો મેચને ત્રીજા સેટ સુધી પહોચવા જ નથી દેતા.
|