ભારતીય રાઈફલ એશોસિયેશને ઓલિમ્પિકમાં ભારતને પ્રથમ વ્યક્તિગત સુવર્ણપદક અપાવનાર અભિનવ બિંદ્રાને દેશનો સર્વોચ્ચ પુરસ્કાર 'ભરતરત્ન' આપવાની માંગ કરી છે.
એનઆરએઆઈના મહાસચિવ બલજીત સેઠીએ આ બાબતે ખેલમંત્રી એમએસ ગીલ સાથે વાત કરી છે અને તેઓ ટૂંક સમયમાં આ અંગેની ઔપચારીકતા પુરી કરશે.
સેઠીએ એક વક્તવ્યમાં જણાવ્યું હતું કે અભિનવે ઓલિમ્પિક્માં ભારતને સુવર્ણ પદક અપાવીને એક ઇતિહાસ રચ્યો છે અને ભારતને એક ઐતિહાસિક ગૌરવ અપાવ્યું છે. અભિનવ બિંદ્રાને તેમના ઉત્કૃષ્ઠ પ્રદર્શન માટે અમે નિશાનબાજી રમત માટેના રાષ્ટ્રીય સંગઠન હોવાના નાતે ભારત સરકારને ભારતરત્ન પુરસ્કાર આપવાની ભલામણ કરીયે છીયે.
|