અમેરિકાના દિગ્ગજ પુરુષ સ્વીમર ફેલ્પ્સે ઓલિમ્પિક સ્પર્ધામાં પોતાનુ રાજ જમાવી રાખતા સતત ત્રીજા વિશ્વ રેકોર્ડ સાથે 200 મીટર ફ્રીસ્ટાઈલ સ્પર્ધા જીતી લીધી હતી. જ્યારે બુધવારે ફેલ્પ્સે પુરૂષોની 200 મીટર બટર ફ્લાય અને 200 મીટર ફ્રીસ્ટાઈલ જીતીને ક્રમશઃ 10 અને 11મો સુવર્ણ જીતી ઈતિહાસ રચ્યો છે. આની સાથે જ તેઓ ઓલિમ્પિક્માં સૌથી વધારે સુવર્ણ પદક જીતનાર ખેલાડી બની ગયા છે.
ફેલ્પ્સે અત્યાર સુધી ઓલિમ્પિક્માં 11 સુવર્ણ પદક જીતીને સૌથી વધારે પદક મેળવનાર માર્ક સ્પિટ્ઝ, કાર્લ લુઈસ, પાવો નુર્મી અબે લૈરીસા લૈટીનીનાનો રેકોર્ડમાં ટોચ પર પોતાનું નામ નોંધાવ્યું છે.
આ અમેરિકન સ્વીમરે બીજિંગમાં ત્રણ સ્પર્ધામાં પાંચ સુવર્ણ પદક જીતી ચૂક્યા છે. જેનાથી તેઓ એક જ ઓલિમ્પિક્માં સાત સુવર્ણ પદક જીતનાર માર્ક સ્પિટઝનો 36 વર્ષ જૂનો રેકોર્ડ તોડવાની રાહ પર છે.
ફેલ્પ્સ અમેરિકા પહોચે તે પહેલા હજી તેની પાસે ચાર સુવર્ણ પદક જીતવાની તક છે. 800 મીટર ફ્રીસ્ટાઈલ રીલેમાં પણ તે ભાગ લેવાના છે. ફેલ્પ્સે પુલમાંથી બહાર નિકળ્યા બાદ કહ્યું હતું કે ગોગલ્સમાં ખામી આવી જતા તેને કઈ દેખાતુ ન હતું, છતાં તે સુવર્ણ પદક મેળવી રેકોર્ડ બનાવવા હું આંખો બંધ કરી પાણીને વધુ ને વધુ જડપે ચીરતો રહ્યો. આખરે ફેલ્પ્સની મહેનત જ તેને દરેક વખતે એક નવો રેકોર્ડ બનાવવા તરફ દોરી જાય છે.
|