રાજધાનીના ઈન્દીરા ગાંધી હવાઈ મથકે જેવો જ ભારતનો ગોલ્ડન બોય અભિનવ બિન્દ્રાએ પગ મુક્યો તે વખતે આખો દેશ જાણે કે તેમના સ્વાગતમાં ઉમટી પડ્યો હોય તેવું લાગતું હતું. બેંડ-બાજાની ધુન અને ઢોલકની થાપ સાથે તેમનું જોરદાર સ્વાગત કર્યું હતું. આ પહેલો એવો અવસર હત્યો જ્યારે ક્રિકેટ સિવાય બીજી કોઈ રમતના ખેલાડીનું સ્વદેશ પાછા ફરવા પર આટલુ બધુ ઉમળકાભેર સ્વાગત કરવામાં આવ્યું હોય.
લગભગ એક વાગ્યે એર ચાઈનાના વિમાનથી અભિનવે જેવો ભારતની જમીન પર પગ મુક્યો તો લોકોનો ઉત્સાહ જોતા એવું લાગી રહ્યું હતું કે જાણે અડધી રાત્રે કોઈ તારો જમીન પર આવી ગયો હોય. મીડિયાને સારો એવો સમય આપતાં તેમણે મીડિયાને જણાવ્યું કે હુ પદક જીતીને ખુબ જ ખુશ છુ. હુ મારી જાતને ઘણી સમ્માનિત અને ગૌરવાંતિત અનુભવી રહ્યો છુ. સૌમ્ય અને શાંત દેખાઈ રહેલ અભિનવે એક સવાલનો જવાબ આપતાં કહ્યું હતું કે મે પદક જીતવાનો ઘણો પ્રયત્ન કર્યો હતો જેમાં હુ સફળ રહ્યો.
અભિનવ ભારતની જમીન પર પગ મુકે તે પહેલાં જ હવાઈ મથકની બહાર ઘણી મોટી સંખ્યામાં લોકોની ભીડ ઉમટી પડી હતી. તેના બધા જ પ્રશંસકો બેંડ-બાજાની ધુન પર નાચી રહ્યાં હતાં. આટલી મોટી લોકોની ભીડને જોતા સુરક્ષા વ્યવસ્થાનો કડક બંદોબસ્ત કરવામાં આવ્યો હતો.
આ એક શરમજનક બાબત છે કે ચીનની ધરતી પર ભારતનું ગૌરવ વધારનાર અભિનવના સ્વાગત માટે સરકાર તરફથી કોઈ પણ જાણીતો ચહેરો હાજર ન હતો. ભારતીય ઓલિમ્પિક સંઘના અધ્યક્ષ સુરેશ કલમાંડી પણ આ દરમિયાન દેખાયા ન હતાં.
ઓલિમ્પિક ઈતિહાસમાં ભારત માટે વ્યક્તિગત સ્પર્ધામાં પહેલો સુવર્ણ પદક જીતનાર અભિનવ બિંદ્રાના સ્વાગત માટે હવાઈ મથકે પહોચેલી તેમની બહેન ચિત્રા કપૂરે કહ્યું હતું કે અભિનવનો સુવર્ણ પદક તેમના માટે રાખડીની સૌથી મોટી ભેટ છે. તેમણે વધુમાં એવું પણ કહ્યું હતું કે રક્ષાબંધન નિમિત્તે હુ અભિનવને ચાંદીની ગન ભેટ કરીશ.
|