સ્વીમીંગની રમતનાં રાજા અમેરિકાનાં માઈકલ ફેલ્પ્સે બીજીંગ ઓલમ્પીકમાં છઠ્ઠો સુવર્ણ પદક જીતી રેકોર્ડ બનાવ્યો છે. તેણે 200 મીટરની વ્યક્તિગત સ્વીમીંગ રમત 54.23 સેકન્ડમાં પુરી કરી દઈને સુવર્ણ હાંસલ કર્યો છે. એથેન્સ ઓલિમ્પીકમાં પણ 200 મીટર સ્વીમીંગ સ્પર્ધા જીતી હતી.
આ સ્પર્ધામાં હંગેરીનાં સેહને રજત અને અમેરિકાનાં લોશેએ કાસ્ય પદ મેળવ્યું હતું.
ગયા મહિને અમેરિકામાં યોજાયેલ ટ્રાયલમાં 200 મીટરની રેસ કાપતાં 54.60 સેકન્ડનો સમય લીધો હતો. આમ તેણે બીજીંગ ઓલિમ્પીકમાં પોતાનો જ રેકોર્ડ તોડ્યો હતો.
|