મુખપૃષ્ઠ > રમત > ઓલિમ્પિક 2008 > ઓલિમ્પિક સમાચાર > જીતેન્દ્ર કુમાર બોક્સીંગની ક્વાર્ટર ફાઈનલમાં
સૂચનામિત્રને મોકલોઆ પેજ પ્રિન્ટ કરો
 
જીતેન્દ્ર કુમાર બોક્સીંગની ક્વાર્ટર ફાઈનલમાં Search similar articles
વેબ દુનિયા

બીજીંગ ઓલિમ્પીકમાં અખિલકુમાર પછી બીજા બોક્સર જીતેન્દ્ર કુમારે ક્વાર્ટર ફાયનલમાં પ્રવેશ મેળવીને ભારત માટે નવી આશા જન્માવી છે. હવે તે મેડલથી એક જ મેચ દૂર છે.

આજે યોજાયેલી 51 કિલોગ્રામની બોક્સીંગની ક્વોલીફાય મેચમાં જીતેન્દ્રકુમારે ઉજબેકીસ્તાનનાં બોક્સરને 13-6થી આસાન હાર આપી હતી. આ મેચમાં જીતેન્દ્રકુમાર પહેલાંથી જ આગળ રહ્યાં હતાં. તેમણે ઉજબેક બોક્સરને કોઈ તક આપી નહતી.

ઉલ્લેખનીય છે કે અગાઉ ભારતીય શુટર અભિનવ બિન્દ્રા ગોલ્ડ મેડલ હાંસલ કરી ચુક્યો છે. તો અન્ય એક ભારતીય બોક્સર અખિલકુમાર પણ ક્વાર્ટર ફાયનલમાં પ્રવેશ મેળવી ચુક્યો છે. આમ એકસાથે બે ભારતીય બોક્સરો ક્વાર્ટર ફાયનલ પ્રવેશીને ભારત માટે મેડલની આશા જીવંત રાખી છે.

વધુમાં હરિયાણા સરકારે અખિલકુમાર અને જીતેન્દ્ર કુમારને 25-25 લાખ આપવાની જાહેરાત કરી છે અને સાથે સાથે એવું પણ કહ્યું છે કે જો તેઓ ભારતને ગોલ્ડ મેડલ અપાવશે તો તેમને સીધી ડીએસપીની પોસ્ટ આપવામાં આવશે.
ઘણું બધુ
ફેલ્પ્સે છઠ્ઠો ગોલ્ડ જીત્યો
અડધી રાત્રે જમીન પર તારો ઉતરી આવ્યો...
ફરી ચૂક્યુ અંજલિનુ નિશાન
ઓલિમ્પિકમાં ગુરૂવારે ભારત
ફેલ્પ્સે 11 સુવર્ણ પદક જીતી વિશ્વવિક્રમ સર્જ્યો
બિંદ્રાને 'ભારતરત્ન' આપવાની માંગણી