અમેરિકાના સ્ટાર તરવૈયા માઈકલ ફેલ્પ્સે બીજીંગ ઓલિમ્પિકમાં ઈતિહાસ રચતાં આઠમો સુવર્ણ પદક જીતી લીધો હતો. આ રીતે તેઓ ઓલિમ્પિકની અંદર આઠ પદક જીતનાર પહેલાં તરવૈયા બની ગયાં છે.
મેડલે રિલેમાં સોનાનું તમગા જીતીને ફેલ્પ્સે પોતાના હમવતન માર્ક સ્પિટ્ઝનો 36 વર્ષ જુનો રેકોર્ડ તોડ્યો હતો. સ્પિટ્ઝે 1972માં મ્યૂનિક રમતોમાં સાત સુવર્ણ પદક જીત્યા હતાં.
ફેલ્પ્સે એથેંસ ઓલિમ્પિકમાં છ સુવર્ણ પદક જીતી લીધા છે અને અત્યાર સુધી 14 ઓલિમ્પિક સુવર્ણ પદક જીતીને કેટલાયે ખેલાડીઓને પાછળ છોડી દિધા છે.
|