મુખપૃષ્ઠ > રમત > ઓલિમ્પિક 2008 > ઓલિમ્પિક સમાચાર > અખિલ અને જિતેન્દ્ર બાદ વિજેન્દ્રનો વારો
સૂચનામિત્રને મોકલોઆ પેજ પ્રિન્ટ કરો
 
અખિલ અને જિતેન્દ્ર બાદ વિજેન્દ્રનો વારો Search similar articles
ભારતીય બોક્સરોની હેટ્રીક, ત્રણેય ક્વા.ફાઈનલમાં
ભાષા

બીજીંગ ઓલિમ્પિકમાં ભારતીય બોક્સરોનું ધમાકેદાર પ્રદર્શન જારી છે. પહેલાં અખિલકુમાર , ત્યારબાદ જિતેન્દ્રકુમાર અને હવે વિજેન્દ્રે પણ 75 કિલો કેટેગરીમાં ક્વાર્ટર ફાઈનલમાં પ્રવેશ મેળવીને હેટ્રીક નોંધાવી છે. મહત્ત્વની વાત એ છે કે આ ત્રણેય હરિયાણાનાં ભિવાનીમાં કોચીંગ મેળવ્યું છે, અને ઓલિમ્પિકમાં અત્યાર સુધીનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન છે.

હરિયાણાનાં મુક્કેબાજોનાં મુક્કાથી વિશ્વનાં બોક્સરો ડરી ગયા છે. 75 કિલો બોક્સીંગની કેટેગરીમાં વિજેન્દ્રકુમારનો સામનો થાઈલેન્ડનાં આંગખન ચોમફુફુ્આંગ સામે હતો. આશા હતી કે મુકાબલો બરાબરીનો થશે. પણ આ મુકાબલો સંપૂર્ણ રીતે એકતરફો થઈ ગયો હતો. વિજેન્દ્રે આ મુકાબલો 13-3થી જીતી લીધો હતો. તેણે પોતાના આક્રમક દેખાવને પગલે થાઈલેન્ડનાં મુક્કેબાજને કોઈ ચાન્સ આપ્યો નહતો. આમ અખિલ અને જિતેન્દ્ર બાદ વિજેન્દ્રે પણ ક્વાર્ટર ફાઈનલમાં પ્રવેશ મેળવી, દેશ માટે સુવર્ણચંદ્રક મેળવવાની આશા જીવંત રાખી છે.

પ્રથમ રાઉન્ડનાં અંતે વિજેન્દ્ર 2-1 થી આગળ હતાં, જે બીજા રાઉન્ડનાં અંતે 6-1થી આગળ થયા હતાં. ત્યારબાદ ભારતીય મુક્કેબાજનાં ફુટવર્ક આગળ થાઈલેન્ડનો મુક્કેબાજનાં પ્રયત્નો નિષ્ફળ સાબિત થયા હતાં. અને, ત્રીજા રાઉન્ડમાં 10-1 થી આગળ વધેલા વિજેન્દ્રે ત્રણ પંચ મારીને મેચ 13-1 થી જીતી લીધી હતી.

વિજેન્દ્રનો મુકાબલો ક્વાર્ટર ફાઈનલમાં ઈક્વાડોરનાં કાર્લોસ ગોંગોરા સામે થશે. જો આ મેચમાં તે જીતી જશે, ભારત ચોક્કસ એક મેડલનો હક્કદાર રહેશે. આ અગાઉ અખિલકુમાર 54 કિલો કેટેગરીમાં તથા જીતેન્દ્ર 51 કિલો કેટેગરીમાં વિજયી થઈ, ક્વાર્ટર ફાઈનલમાં પ્રવેશ મેળવી ચુક્યાં છે.
ઘણું બધુ
ફેડરર વાવરિકાએ સોનુ જીત્યું
ફેલ્પ્સે સ્પિટ્ઝનો રેકોર્ડ તોડ્યો
ફેલ્પ્સે સ્વીમીંગમાં સાતમો ગોલ્ડમેડલ જીત્યો
જીતેન્દ્ર કુમાર બોક્સીંગની ક્વાર્ટર ફાઈનલમાં
ફેલ્પ્સે છઠ્ઠો ગોલ્ડ જીત્યો
અડધી રાત્રે જમીન પર તારો ઉતરી આવ્યો...