મુખપૃષ્ઠ > રમત > ઓલિમ્પિક 2008 > ઓલિમ્પિક સમાચાર > શરત અને સુશીલ કુમારની હાર
સૂચનામિત્રને મોકલોઆ પેજ પ્રિન્ટ કરો
 
શરત અને સુશીલ કુમારની હાર Search similar articles
વેબ દુનિયા

બીજીંગ ઓલિમ્પિકના 13મા દિવસની સવારે એક વખત ફરીથી ભારતની શરૂઆત હારથી થઈ હતી. ટેબલ-ટેનિસમાં ભારતનો બધો જ પડકાર બુધવારે અંચલ શરત કમલની હાર સાથે સમાપ્ત થઈ ગઈ હતી.

પહેલા દાવમાં સ્પેનિશ ખેલાડીની વિરુદ્ધ 4-2થી મુકાબલો જીતીને શાનદાર શરૂઆત કરનાર અંચત બુધવારે સવારે બીજા દાવની અંદર ઓસ્ટ્રેલીયાના ચેન વેક્સિંગથી 104થી હારીને બહાર થઈ ગયાં હતાં.

કુશ્તીમાં મંગળવારે યોગેશ્વર દત્તનો પડકાર પહેલા દાવની અંદર જ સમાપ્ત થઈ ગયો હતો. 60 કિ.ગ્રા. વર્ગમાં જાપાનના કેનીચી યૂમોતોએ યોગેશ્વર દત્તને પરાજીત કરી દિધો હતો.

અને આ વાર્તાને સુશીલ કુમારે બુધવારે આગળ ધપાવી હતી. સુશીલ કુમાર 66કિ.ગ્રા. ફ્રી સ્ટાઈલ વર્ગના પહેલા દાવમાં જ યૂક્રેનના એંદ્રીએ સ્ટાડનિકથી હારી ગયાં હતાં.

કુશ્તીની અંદર હવે ભારતનો ત્રીજો અને છેલ્લો પડકાર બાકી છે જેમાં રાજીવ તોમર 120 કિ.ગ્રા. ફ્રીસ્ટાઈલમાં લડશે.
ઘણું બધુ
જિતેન્દ્ર, વિજેન્દ્રનો મુકાબલો આજે સાંજે
અંજુ પાસેથી પણ નિરાશા મળી
યોગેશ્વર કુસ્તીની ક્વાર્ટર ફાઈનલમાંથી બહાર
ભવ્યતાની સાથે વિદાય લેશે ઓલિમ્પિક
એલેના ઈસિનબાએબાની રેકોર્ડ કુદ
મારૂ સુંદર સપનું તુટી ગયું-અખિલ