મુખપૃષ્ઠ > રમત > ઓલિમ્પિક 2008 > ઓલિમ્પિક સમાચાર > ઓલિમ્પિકમાં ચીને માર્યુ મેદાન...
સૂચનામિત્રને મોકલોઆ પેજ પ્રિન્ટ કરો
 
ઓલિમ્પિકમાં ચીને માર્યુ મેદાન... Search similar articles
વેબ દુનિયા
ચીનના બીજિંગમાં છેલ્લા 17 દિવસથી ચાલી રહેલ રમતના મહાકુંભની રવિવારે રાતે ઉલ્લાસભેર પૂર્ણાહુતિ થવા પામી છે. વિશ્વના 205 જેટલા દેશોના ખેલાડીઓએ પ્રતિનિધિત્વ કર્યું હતું. જ્યારે આ ઓલિમ્પિકનું અદભૂત આયોજન કરી વિશ્વ સામે પોતાની શકિતનો પરચો આપનાર ચીને રમતના મેદાનમાં પણ પોતાની પ્રતિભા દેખાડી છે.

સૌથી વધુ ગોલ્ડ મેડલ ચીનના ફાળે ગયા છે. પ્રથમ ક્રમે ચીને 51 ગોલ્ડ મેડલ મેળવ્યા છે. જ્યારે અમેરિકાએ બીજા ક્રમે રહી 36 ગોલ્ડ મેળવ્યા છે. એકદંરે જોવા જઇએ અમેરિકાએ સૌથી વધુ 109 મેડલ મેળવ્યા છે જેમાં 36 ગોલ્ડ, 37 સિલ્વર તથા 36 બ્રોન્ઝ પોતાને નામ કર્યા છે. જ્યારે બીજા ક્રમે ચીને 100 મેડલ પોતાની ઝોળીમાં નાખ્યા છે જેમાં 51 ગોલ્ડ, 21 સિલ્વર તથા 27 બ્રોન્ઝ મેળવ્યા છે.

ઘણું બધુ
મુક્કેબાજ શિમિંગ દ્વારા ચીનને 50મો સુવર્ણ પદક
બીજિંગ ઓલિમ્પિક-8ની રવિવારે પૂર્ણાહૂતિ
ઓલિમ્પિકમાં 83 દેશોએ પદક જીત્યા
વિજેન્દ્રની હાર, કાંસ્ય પદકથી સંતોષ
વિજેન્દ્રના ગ્રામવાસીઓને સુવર્ણની આશા
ચીનની દાદાગીરીથી અમેરિકા ત્રસ્ત