વિએના . તાકતવર સ્પેને યૂરો કપ 2008માં ગઈ કાલે રાતે રૂસને શૂન્યની સામે ત્રણ ગોલથી હરાવી ફાઈનલમાં પ્રવેશ કરી લીધો છે. સ્પેન ચોથી વાર યૂરો કપ ફાઈનલમાં પ્રવેશ્યુ છે, પરંતુ તેને ખિતાબ જીતવાનુ સન્માન ફક્ત એક જ વાર મળ્યુ છે.
24 વર્ષ પછી ફાઈનલમાં પહોંચેલા સ્પેનનો મુકાબલો વિએનામાં જર્મની સાથે થશે. જર્મની ત્રણ વાર યૂરો ચેમ્પિયન રહી ચૂક્યુ છે.
રૂસ અને સ્પેનની વચ્ચે રમાયેલ સેમીફાઈનલ હરીફાઈમાં રોમાંચ ગાયબ રહ્યો. પહેલા હાફ ગોલ વગરનો રહ્યો, પરંતુ બીજો હાફને સ્પેને એકતરફો બનાવી દીધો. જેને કારણે સેમીફાઈનલનો રોમાંચ જોવા આવેલા હજારો દર્શકો નિરાશ થઈ ગયા.
|