ભારતીય કુશ્તી મહાસંઘને રમત મંત્રાલય તરફથી કેનેડાના ટોરંટોમાં આયોજિત થનારા કેનેડા કપ આંતરરાષ્ટ્રીય કુશ્તી ચેમ્પિયનશિપમાં ભારતીય ટીમને મોકલવાની મંજૂરી મળી ગઈ છે.
રાષ્ટ્રમંડલ રમતોના ટૂર્નામેંટ ડાયરેક્ટર અને આંતરરાષ્ટ્રીય કુશ્તી મહાસંઘ [ફીલા] ના અધિકૃત કોચ અને રેફરી રાજ સિંહે જણાવ્યું કે આગામી વર્ષે દિલ્લીમાં યોજાનારી રાષ્ટ્રમંડળ રમતોની કુશ્તી સ્પર્ધાની તૈયારીઓનું ધ્યાન રાખતા ભારતીય પહેલવાનોને વધુમાં વધુ આંતરરાષ્ટ્રીય અનુભવ અપાવવા માટે સરકારની યોજના અંતર્ગત ભારતના સાત પહેલવાનોની એક ટુકડી કેનેડા કપમાં ભારતનું પ્રતિનિધિત્વ કરશે.
રાજ સિંહે જણાવ્યું કે ભારતીય ટીમ બે જુલાઈના રોજ કેનેડા માટે રવાના થઈ રહી છે જ્યારે સ્પર્ધા ત્રણ અને ચાર જુલાઈના રોજ આયોજિત થશે. તેમણે જણાવ્યું કે કેનેડા જનારી ટીમ માટે પસંદગી ટ્રાયલ સોનીપતમાં આયોજિત કરવામાં આવી હતી.
ભારતીય ટીમ આ પ્રકારે છે.
ફ્રી સ્ટાઇલ વર્ગ: અનિલ કુમાર [55 કિલો], કૃષ્ણ કુમાર [60 કિલો], પ્રદીપ કુમાર [66 કિલો], સચિન પદારે [74 કિલો], નરેશ કુમાર [84 કિલો], અનિલ માન [96 કિલો], પલવિંદર ચીમા [120 કિલો].
|