ભારતના લિએન્ડર પેસ અને ઝિમ્બાબ્વેની કારા બ્લેકની અનુભવી જોડીએ સાનિયા મિર્ઝા અને મહેશ ભુપતિની જોડીને એક મુકાબલામાં સરળ હાર આપી વિમ્બલ્ડન ટેનિસ ટુર્નામેન્ટમાં મિશ્ર ડબલ ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કરી લીધો છે.અંદાજે બે કલાક ચાલેલા આ મુકાબલામાં પેસ અને બ્લેકે 13મા ક્રમાંકની ભુપતિ અને સાનિયાની જોડીને 6-2, 6-7, 6-3થી હાર આપી અંતિમ આઠમાં પોતાનું સ્થાન બનાવી લીધું છે. |