ભારતીય ફુટબૉલર દુબઈની ગરમ અને ઉકળાટ ભરેલી પરિસ્થિતિઓથી પરેશાન છે અને તેમણે સુર્યાસ્ત થયાં બાદ જ મેદાન પર ઉતરીને નેહરૂ કપની તૈયારી કરી.
લાંબા વિશ્વામ બાદ એકજુથ થયેલા ભારતીય ફુટબોલરે દુબઈના બાહરી કિનારે સ્થિત રગ્બી સ્ટેડિયમ સેવન્સમાં કોચ બૉબ હૉટનની દેખરેખમાં અભ્યાસ કર્યો.
ગરમીના કારણે ખેલાડી જો કે, સવાર અને બપોરે બહાર ન નિકળ્યાં અને તેઅણે આ સમય જિમ અને સ્વીમીગમાં વિતાવ્યો. ઈસ્ટ બંગાળના મિડફીલ્ડર મેહરાજુદ્દીન વાડોએ કહ્યું કે, અહી દિલ્લીથી પણ વધારે ગરમી અને ઉકળાટ છે.
|