ક્રિકેટ ટીમ જો કોઈ પદક લઈને આવે તો તેના સ્વાગત માટે સમગ્ર દેશ ઉમટી પડે છે પરંતુ મહિલા હોકી ટીમ જ્યારે રશિયાથી ચેમ્પિયન્સ ચેલેન્જ-ટૂ ટૂર્નામેન્ટ જીતીને મંગળવારે પોતાના દેશ પરત ફરી તો તેના સ્વાગત માટે હોકી અધિકારી પણ હાજર ન હતાં.
ઈંદિરા ગાંધી હવાઈ મથક પર પોતાના ઝાંખા સ્વાગતથી નિરાશ ભારતીય હોકી ટીમના કોચ એમકે કૌશિકે જણાવ્યું કે તે ઓછામાં ઓછા હોકી અધિકારીયોના ત્યાં મોજૂદ રહેવાની આશા કરી રહ્યાં હતાં પરંતુ તેમણે તેની જરૂરિયાત ન સમજી.
કૌશિકે કહ્યું કે અમે મંગળવારે સવારથી જ દિલ્લી પહોંચી ગયાં હતાં અમને આશા હતી કે, હોકી અધિકારી અમારા સ્વાગત માટે જરૂર આવશે પરંતુ એવું ન થયું.
|