સ્વિજરલેન્ડના રોજર ફેડરરે જીતનો સિલસિલો બરકરાર રાખતાં અંતિમ ચારમાં પ્રવેશ કર લીધો છે. તેણે વિમ્બલડન સ્પર્ધાના ક્વાર્ટર ફાઈનલમાં કોએશિયાને ઈવા કાલોંવિચને આસાનીથી પરાજિત કરી પદક તરફ પગલું માંડ્યું.
બીજી તરફ ટોચની વરીયતા પ્રાપ્ત રશિયાની દિનારા સફીના અને ગત વિજેતા અમેરિકાની વિનસ વિલિયમ્સ વર્ષના ત્રીજા ગ્રેડ સ્લેમ ટેનિસ ટૂર્નામેન્ટ વિંબલડનના સેમીફાઈનલમાં સ્થાન બનાવામાં સફળ રહી.
ત્યાં પુરૂષ વર્ગમાં મોડી રાત્રે ખત્મ થયેલા મુકાબલામાં બ્રિટેનના એંડી મરે મૈરાથન સંઘર્ષ બાદ અંતિમ આઠમાં પહોંચ્યાં મહિલા એકલના કાર્ટર ફાઈનલ મુકાબલામાં રશિયાની સફીનાએ ગૈરવરીય જર્મની ખેલાડી સબાઈન લિસિંકીને પ્રથમ સેટ ગુમાવ્યાં બાદ 6-7, 6-4, 6-1 થી પરાજિત કરી.
સેંટર કોર્ટ પર રમવામાં આવેલા આ મેચમાં જીત સાથે જ સફીના પ્રથમ વખત આ પ્રતિષ્ઠિત પ્રતિયોગિતા વિંબલ્ડનના સેમીફાઈનલમાં પહોંચી છે. પ્રથમ સેટમાં સાત ડબલ ફોલ્ટ કરવાના કારણે સફીનાને આ સેટ ગુમાવવો પડ્યો. |