રુસી સુંદરીઓ દિનારા સાફિના અને અલેના દેંમેંતિએવા પોતાના પ્રયાસોના બાદ પણ વિલિયમ્સ બહેનો વિનસ અને સેરેના આગળ ટકી શકી ન હતી. આ સાથે વિલિયમ્સ બહેનો વિમ્બલડન ટેનિસ ટુર્નામેન્ટના મહિલા વિભાગની ફાઇનલમાં પહોંચી છે અને બંને વચ્ચે હવે શનિવારે સિરમોરમાં ટક્કર જામશે.
જોકે ચોથા ક્રમની દેમેતિએવાએ બીજા ક્રમની સેરેનાને જોરદાર ટક્કર આપી હતી. પરંતુ વિલિયમ્સ બહેનોમાં નાની સેરેનાએ પોતાની હારને જીતમાં ફેરવી હતી. તેણે સેમી ફાઇનલ 6-7, 7-5, 8-5થી જીતી લીધી છે.
|