ફૂટબોલ ખેલાડી માર્ટિન પાલેર્મો દ્વારા ઇંજરી ટાઇમમાં ફટકારાયેલા ગોલની મદદથી આર્જેન્ટીનાએ વિશ્વ કપ ફુટબોલ ક્વાલીફાયર્સમાં પેરૂને 2-1 થી હરાવી દીધું.
આર્જેન્ટીનાના કોચ ડિએગો મારાડોનાએ ગોલને ‘સેંટ પાલેર્મોનો કરિશ્મો' જણાવ્યો. આર્જેંન્ટીના આ જીત સાથે દક્ષિણ આફ્રીકામાં 2010 માં યોજાનારા વિશ્વ કપ માટે ક્વાલીફાઈ કરવાની નજીક પહોંચી ગયું.
આર્જેન્ટીના જો બુધવારે ક્વાલીફાઇંગ ટૂર્નામેંટના અંતિમ રાઉન્ડમાં ચિર પ્રતિસ્પર્ધી ઉરુગ્વેને હરાવી દે છે તો વિશ્વ કપ માટે ક્વાલીફાઈ કરી લેશે પરતું જો ઉરુગ્વેની ટીમ વિજય નોંધાવી લે છે તો તે ક્વાલીફાઈ કરવામાં સફળ રહેશે.
એક અન્ય મેચમાં કોલંબિયાને 4-2 થી હરાવીને ચિલી દક્ષિણ અમેરિકાથી ક્વાલીફાઈ કરનારી ત્રીજી ટીમ બની. દક્ષિણ અમેરિકાથી હવે માત્ર એક સીધો પ્રવેશ બચ્યો છે.