સર્બિયાના નોવાક જોકોવિચે ચાઇના ઓપન ટેનિસ ટૂર્નામેન્ટમાં ચેમ્પિયન બનીને ચાલુ વર્ષે ત્રીજું એટીપી ટાઇટલ જીત્યું છે જ્યારે વિમેન્સ ઇવેન્ટમાં રશિયાની સ્વેતલાના કુઝનેત્સોવા ચેમ્પિયન બની છે.
બીજા ક્રમાંકિત સર્બિયન ખેલાડી જોકોવિચે વરસાદના વિધ્ન વચ્ચે 90 મિનિટના મુકાબલામાં ક્રોએશિયાના મારિન સિલિચને 6-2, 7-6, 7-4 થી પરાજય આપ્યો હતો.
સિલિચે ફાઇનલ સુધીની સફરમાં નિકોલેય ડેવિડેન્કો અને રફેલ નડાલને હરાવીને મેજર અપસેટ સજર્યા હતા. તેણે ફાઇનલમાં જોકોવિચને બેકકોર્ટની ગેમ રમવા માટેની ફરજ પાડી હતી.