ચિરાગ યુનાઈટેડ સાથે પોતાના મતભેદોને છોડીને ભારતના ભૂતપૂર્વ ડિફેંડર સુબ્રત ભટ્ટાચાર્ય આજે ટીમ સાથે અભ્યાસ માટે પહોચ્યા. તેમણે મેનેજમેન્ટ સાથે સુલેહનો નિર્ણય કરી લીધો છે.
યુનાઈટેડ એસસીના અધ્યક્ષ કૌસ્તુવ રાયે જણાવ્યું કે, ભટ્ટાચાર્યએ કાલે રાત્રે વાત કરી હતી. અમે મળીને મામલાનું પરસ્પર સસહમતિથી સમાધાન કરી લીધું છે તે ટીમ સાથે અભ્યસ કરશે. અમે તેમની માંગો માની લીધી છે અને કરાર તૈયાર છે. તે ટૂક સમયમાં જ હસ્તાક્ષર કરી દેશે.