ભારતીય ટેનિસ સ્ટાર સોમદેવ દેવવર્મને એક લાખ 25 હજાર ડોલર ઇનામી તાશકંદ ઓપનના બીજા રાઉન્ડમાં પહોંચી ગયાં છે પરંતુ ડેવિસ કપના તેમના મિત્ર રોહન બોપન્ના સોમવારે પહેલા જ રાઉન્ડમાં બહાર થઈ ગયાં.
સાતમી વરીયતા પ્રાપ્ત સોમદેવે સ્પેનના ગિલેરમો ઓલાસો પર એક કલાક સાત મિનટમાં 6-3, 6-2 થી સરળતાથી જીત પ્રાપ્ત કરી.
વાઈલ્ડ કાર્ડથી પ્રવેશ મેળવનારા બોપન્ના ટોચની વરીયતા પ્રાપ્ત અને ટૂર્નામેંટમાં તેના યુગલ જોડીદાર સુન યેન લુ ‘તાઇપૈ’ થી 4-6, 2-6 થી હાર્યા.
સોમદેવે પ્રથમ સેટની છઠ્ઠી ગેમમાં ઓલાસોની સર્વિસ તોડી તથા ત્યાર બાદ બીજા સેટમાં બે વખત ત્રીજી અને સાતમી ગેમમાં બ્રેક પોઈન્ટ લઈને મેચ પોતાના નામે કર્યો.
બીજા રાઉન્ડમાં તેનો મુકાબલો લાટવિયાના ડેનિસ પાવલોસ અને રશિયાના અલેક્સાંદ્ર કુદ્રેયાવત્સેવ વચ્ચે યોજાનારા મેચના વિજેતાથી થશે. બોપન્નાને કોઈ રૈકિંગ અંક નથી મળ્યાં પરંતુ તેમને પુરસ્કારની રકમ જરૂર મળશે.