દિલ્હી રાષ્ટ્રમંડળ રમતોની ધીમી ગતિને લઈને ગત મહીને વડાપ્રધાન મનમોહન સિંહને પત્ર લખીને તેમને મળવાની ઈચ્છા વ્યક્ત કરનારા રાષ્ટ્રમંડળ રમત મહાસંઘના પ્રમુખ માઇક ફેનેલની આ ઈચ્છા આ વખતે પૂર્ણ ન થઈ શકી.
સીજએફની સામાન્ય સભા બાદ ફેનેલે કહ્યું કે, દેશના વિભિન્ન રાજ્યોમાં આવેલા પૂરના કારણે વડાપ્રધાન મનમોહન સિંહ પાસે મુલાકાતનો સમય ન હતો. એટલા માટે તે ઈચ્છા હોવા છતાં પણ તેમને મળી ન શક્યાં.
ફેનલે કહ્યું કે, ભલે જ તે વડાપ્રધાનને ન મળી શક્યાં હોય પરંતુ તેમની રમત મંત્રી એમએસગિલ સાથે બે વખત મુલાકાત થઈ અને તેમણે રમતોની તૈયારીઓ વિષે વિસ્તારથી માહિતી આપી જેનાથી તે પૂરી રીતે સંતુષ્ટ છે.