ખેલાડીઓના પ્રોફાઈલ | રમત સમાચાર | લેખ
મુખપૃષ્ઠ » રમત » અન્ય રમતો » રમત સમાચાર » પ્રિયદર્શની પણ ડોપિંગની દોષી
Feedback Print Bookmark and Share
 

શૈલજા પુજારી અને વિક્કી બત્રા બાદ મહારાષ્ટ્રની મહિલા ભારોત્તોલક પ્રિયદર્શિનીને પણ પ્રતિબંધિત દવાઓના સેવનની દોષી ઠેરાવામાં આવી છે. ત્યાર બાદ ભારતીય ભારોત્તોલન મહાસંઘ (આઈડબ્લ્યૂએફ) પર ફરીથી એક વર્ષનો પ્રતિબંધ લગાડવાનો ખતરો મંડરાઈ રહ્યો છે, જેનાથી ભારતીય ભરોત્તોલકોને આગામી વર્ષે નવી દિલ્હીમાં યોજાનારી રાષ્ટ્રમંડળ રમતોમાં રમવાનું સપનું ચકનાચુર થઈ શકે છે.

આઈડબ્લ્યૂએફના મહાસચિવ બીઆર ગુલાટીએ એ વાતની પુષ્ટિ કરતા જણાવ્યું છે કે, પ્રિયદર્શિની પુણેમાં 7 અને 8 ઓગસ્ટના રોજ યોજાયેલા ટ્રાયલ દરમિયાન પરીક્ષણમાં પોજીટીવ મળી આવી.

રાષ્ટ્રીય ડોપિગવિરોધી એજન્સી (નાડા) ના રિપોર્ટ અનુસાર આ ભારોત્તોલકને ડોપની અસર મટાડૅવા માટે દવા લેવાની દોષી ઠેરાવામાં આવી. પ્રિયદર્શિનીને પ્રથમ વખત ડોપિંગમાં પકડવામાં આવી છે એટલા માટે તેના પર બે વર્ષનો પ્રતિબંધ લાગી શકે છે.
સંબંધિત જાણકારી શોધો