ભૂતપૂર્વ દિગ્ગજ ફોર્મૂલા વન ચાલક ડેવિડ કુલ્ટહર્ડનું માનવું છે કે, ભારતીય ડ્રાઈવરો નરેન કાર્તિકેયન અને કરુણ ચંડોકમાં પ્રતિભાની કોઈ કમી નથી પરંતુ ફોર્મૂલા વનમાં સફળતા પ્રાપ્ત કરવા માટે તેણે સામંજ્ય બેસાડવાના પોતાના કૌશલ્ય પર કામ કરવું પડશે.
કુલ્ટહર્ડે કહ્યું, તમારી પાસે નરેન કાર્તિકેયન અને કરૂણ ચંડોક જેવા શ્રેષ્ઠ ડ્રાઈવર છે જે આત્મવિશ્વાસથી ભરેલા છે જેઓમાં સારી ક્ષમતા છે. કરુણ જીપી2 માં રેસ કરી રહ્યો છે પરંતુ એ કહેવું મુશ્કેલ ગણાશે કે, જ્યારે તમે તેને ફોર્મૂલા વન કારમાં બેસાડશો તો તે કેવું પ્રદર્શન કરશે.
રેડ બુલના આ ભૂતપૂર્વ 38 વર્ષીય ડ્રાઇવરે કહ્યું જ્યારે ડ્રાઇવર એક પ્રારૂપથી બીજે જાય છે તો તેના પર એ ટિપ્પણી કરવી મુશ્કેલ બની જાય છે કે, નવા ચરણમાં તે કેવું પ્રદર્શન કરશે.