દુનિયાના સૌથી ઝડપી વ્યક્તિ ઉસેન બોલ્ટ હવે ચેરિટી માટે ક્રિકેટના મેદાનમાં પણ પોતાના હાથ અજમાવશે. બોલ્ટ રવિવારને વેસ્ટઇંડીજના સ્ટાર ક્રિકેટરોં સાથે 15 ઓવરની ટૂર્નામેન્ટ રમશે જેનું આયોજન ક્રિકેટના પ્રચાર માટે કૈરેબિયાઈ કપ્તાન ક્રિસ ગેલે કર્યું છે.
ઓલંપિક અને વિશ્વ 100 તથા 200 મીટરના રેકોર્ડધારી ચૈમ્પિયન બોલ્ટે કહ્યું કે, ક્રિકેટ મારો પ્રથમ પ્રેમ છે. તેણે કહ્યું કે, કર્ટની વાલ્શ જેવા ક્રિકેટરોને જોઈને હું મોટો થયો છું. હું ક્રિસ ગેલની દમદાર બેટીંગ અને શાંતચિત્ત વલણથી પ્રભાવિત છું. તે મારા મનપસંદ ક્રિકેટર છે તેમની સાથે રમવું કોઈ સપનું સાચુ પડવા જેવું છે.
બોલ્ટ વેસ્ટઈંડીજના ભૂતપૂર્વ ક્રિકેટરો વોલ્શ, રિચી રિચર્ડસન અને કર્ટલી એમ્બરોજ સિવાય મૌજૂદા સ્ટાર ગેલ, રામનરેશ્રા સરવન અને જેરોમ ટેલર સાથે રમશે.