પ્રતિબંધિત દવાઓના સેવનની બીજી વખત દોષી જાહેર થયાં બાદ ભારતીય મહિલા ભારોત્તોલક શૈલજા પુજારીએ ડોપ ટેસ્ટમાં ‘ધાંધલી' નો આરોપ લગાડતા કહ્યું છે કે, તે ખુદને સાચી સાબિત કરવા માટે બીજા ટેસ્ટ માટે તૈયાર છે શરત એ છે કે, તે કોઈ ડોક્ટર દ્વારા લેવામાં આવે.
શૈલજાએ કહ્યું કે, મને લાગે છે કે, મારા ડોપ ટેસ્ટનો રિપોર્ટ ઠીક નથી. આ ખોટો રિપોર્ટ છે કારણ કે, મારો ડોપ ટેસ્ટ લેવા માટે કોઈ ડોક્ટર મારી પાસે ન આવ્યો. મને લાગે છે કે, અહીં ગડબડી થઈ છે.
એ પુછવા પર કે, ડોપમાં પકડાઈ જવાના સમાચારો આવ્યાં બાદ શું તેણે ભારતીય ભારોત્તોલન મહાસંઘના અધ્યક્ષ ( હરભજન સિંહ ) અને સચિવ ( બી આર ગુલાટી ) થી સંપર્ક સાધવાનો પ્રયત્ન કર્યો છે, શૈલજાએ કહ્યું કે, હું તેમની સાથે વાત કરવા ઈચ્છું છું પણ, કોઈ પણ વ્યક્ત મારો ફોન ઉપાડી રહ્યું નથી.