વ્યકિતગત ઇવેન્ટમાં ભારતને પ્રથમ ગોલ્ડ મેડલ અપાવનારા ભારતના શાર્પશૂટર અભિનવ બિન્દ્રા હવે હોલીવૂડ સ્ટાર જેમ્સ બોન્ડની ગન પર હાથ સાફ કરશે. બેઈજિંગ ઓલિમ્પિકની 10 મીટર રાઇફલ ઇવેન્ટમાં ગોલ્ડ મેડલ જીતનારો બિન્દ્રા જર્મન બનાવટની વાલ્દર ગનની જાહેરાતમાં ચમકશે, જે જેમ્સ બોન્ડની લોકપ્રિય ફિલ્મો દ્વારા જાણીતી બની છે.
બિન્દ્રાના સેક્રેટરી વિવેક નિગમના અનુસાર અભિનવ બિન્દ્રા કાર્લ વાલ્દર લિમિટેડનો નવો બ્રાન્ડ એમ્બેસેડર બન્યો છે. તેની કંપની અભિનવ ફયૂચરિસ્ટિક લિમિટેડ ભારતમાં આ બંદૂકોના વેચાણ અને માર્કેટિંગનું કામ કરશે. કંપની સાથે કરવામાં આવેલા કોન્ટ્રેકટ અનુસાર બંને કંપનીઓ સાથે મળીને ભારતમાં એર રાઇફલ શૂટિંગને પ્રોત્સાહન આપશે.