ઝારખંડમાં 21 નવેમ્બરથી 5 ડિસેમ્બર સુધી યોજાનારી 34 માં રાષ્ટ્રીય રમતને પાંચવી વખત સ્થગિત કરી દેવામાં આવી છે.
આઈઓએના અધ્યક્ષ સુરેશ કલમાડીએ ઝારખંડ ચૂંટણીના કારણે આ રમતોને સ્થગિત કરી દેવાની વાત કહી. જો કે, હજુ સુધી ઝારખંડ વિધાનસભા ચૂંટણીની તારીખો જાહેર કરવામાં આવી નથી અને વિધાનસભા ભંગ પણ કરવામાં આવી નથી. એવામાં આ રમતોને સ્થગિત કરી દેવામાં આવવાને અધૂરી તૈયારીઓ સાથે જોડીને જોવામાં આવી રહ્યું છે.
રમતપ્રેમીઓ અનુસાર આ વખતે આયોજન સમિતિએ પૂરી તૈયારીઓનો દાવો કરતા 12 ઓક્ટોબરના રોજ રાજ્યપાલની ઉપસ્થિતિમાં ધ્વજ સમારોહ કર્યો હતો. ત્યારે આ વાત કેમ યાદ ન આવી કે, ઝારખંડમાં ચૂંટણી થવાની છે.