ભારતીય ઓલિમ્પિક સંઘ (આઈઓએ) એ સખત નિર્ણય લેતા ટેક્નિકલ સમીક્ષા પેનલની જોડણીના રાષ્ટ્રકુલ રમત મહાસંઘ (સીજીએફ)ના પ્રસ્તાવને ફગાવી દીધો છે. સાથે જ સીજીએફના મુખ્ય કાર્યકારી અધિકારી માઈક હૂપરની હાજરીને ગેરજરૂરી જણાવતા તેમને હટાવાની માગણી પણ કરી છે.
કાર્યકારી પરિષદની ઓલિમ્પિક ભવનમાં સંપન્ન બેઠક બાદ આઈઓએના અધ્યક્ષ સુરેશ કલમાડીએ કહ્યું કે, એક ટેક્નિકલ સમીક્ષા પેનલ બનાવામાં આવવાને બદલે વર્તમાન સમન્વય પંચને જ વધુ મજબૂત બનાવામા આવે.